Placeholder canvas

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફી શિક્ષણ વિભાગે જાહેર કરી

કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે આગામી બોર્ડની પરીક્ષા લેવાના નિર્ણય પછી ગુજરાત શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દીધી છે. જો કે બોર્ડની પરીક્ષા ફીમાંથી બહેનો અને દિવ્યાંગનો મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાને લઇને ફી જાહેર કરી દીધી છે. જો કે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડની પરીક્ષા ફીમાંથી બહેનો અને દિવ્યાંગને મુક્તિ આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ 10 માટે પરીક્ષા ફી 355 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 490 રૂપિયા તેમજ વિજ્ઞાન પ્રવાહ માટે 605 રૂપિયા ફી નક્કી કરાઇ છે.

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાય તેવી શક્યતા
થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું હતું. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે.
બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે શીડ્યુલ નક્કી કરાયું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી કામે લાગી ગયું છે.

કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના હેઠળ ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાના ઘટાડો કરાયો હતો. જ્યારે પરીક્ષા પદ્ધતિમાં પણ મોટાપાયે ફેરફાર કરાયો હતો. બોર્ડના નિર્ણય મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો