Placeholder canvas

મોરબી: જિલ્લા રમતગમત કચેરી ખેલાડીઓને નોકરી મેળવવા માટે માર્ગદર્શન અપાશે.

મોરબી : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના ૨૦૨૦-૨૧ અંતર્ગત તમામ જિલ્લામાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ ખાતે સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં રાજ્ય, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ૧૮ થી 30 વર્ષની વયના ખેલાડીઓ, રમતવીરો કે જેઓ પાસે નોકરી નથી અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તે રમતવીરોને પોતાના ૧. નામ, ૨. સરનામું, ૩. મોબાઇલ નંબર (વ્હોટ્સએપ નંબર), ૪. ઇમેલ એડ્રેસ, ૫. જન્મ તારીખ, ૬. જાતિ (સ્ત્રી/પુરુષ), ૭. કેટેગરી (જનરલ/ઓબીસી/એસ.ટી./એસ .સી./અન્ય), ૯. આધારકાર્ડ નંબર, ૧૦. શૈક્ષણીક લાયકાત, ૧૧. રમતગમત ક્ષેત્રે મેળવેલ પદક સાથેની લાયકાત, (રાજયકક્ષા/ રાષ્ટ્રકક્ષા/ આંતર રાષ્ટ્રીયકક્ષા), ૧૨. ક્મ્પ્યુટરની લાયકાત તેમજ ૧૩. અનુભવ સાથેની ની સંપૂર્ણ વિગતો સાથેની એક અરજી તૈયાર કરી (પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફસ સાથે) ઇમેલ એડ્રેસ: [email protected] માં મેઇલ કરવો અથવા મોબાઇલ નંબર ૯૭૧૪૯૦૪૬૬૯/ ૯૫૩૭૩૬૫૨૨૧ માં whatsapp દ્વારા તા.૧૪/૦૯/૨૦૨૦ સુધી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં. ૯૭૧૪૯૦૪૬૬૯ પર પણ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. તેમ જિલ્લા રમતગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

ફોર્મ

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો