Placeholder canvas

તીથવા જિલ્લા પંચાયત બેઠકના તમામ મતદારો, આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોનો જાહેર આભાર -નુરજંહાબેન કડીવાર

(Advt) વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તીથવા જિલ્લા પંચાયતની બેઠકના તમામ મતદારો, આગેવાનો, ટેકેદારો, કાર્યકરો અને શુભેચ્છકો જેવો અમને પ્રચાર કાર્યમાં અને ખાસ કરીને ચૂંટણીના દિવસે ખૂબ મદદરૂપ થયા છે. આ તમામ અમારા શુભચિંતકો, સાથીઓ જેઓને કયારેક ભૂલી ન શકાય, આ બધા જ અમારા સાથીઓ, શુભચિંતકોએ પોતાનું કામ ખોટી કરીને, અમે નહીં પણ પોતે જ ચૂંટણી લડતા હોય તે રીતે પોતાના લેવલનું કામકાજ સાંભળી લીધું હતું, જે સદા અમોને યાદ રહેશે. સાથોસાથ જિલ્લા પંચાયતની સીટ નીચેના અમારા તાલુકા પંચાયત ચારેય ઉમેદવારનો અને ભાજપના આગેવાનોનો પણ એટલો જ સાથ અને સહકાર મળ્યો છે.

આ ઉપરાંત તીથવા જિલ્લા પંચાયતની બેઠક બહારના અમારા મિત્રો, શુભેચ્છકોએ કોઈ આમંત્રણ કે કહેણ વગર કોઈ પણ અપેક્ષા વગર અમારી મદદે આવ્યા અને તેમનાથી જેટલી થઈ શકે એટલી મદદ કરી. એટલું જ નહીં એવા મિત્રો પણ ઘણા બધા છે કે તેઓએ પોતાના વિસ્તારમાંથી જ આ વિસ્તારના તેમના મિત્રો સગાં-સંબંધીઓને ફોન કરીને અમારા માટે મતો માંગ્યા અને અપાવ્યા, તેવા તમામ મિત્રો સાથીઓએ એટલો જ પ્રેમ અને સહકાર આપ્યો છે જે સદાઈ દિલમાં રહેશે…

આ તમામ સાથીઓ મિત્રોનો આભાર માટેના દરેક શબ્દો ટુકા પડે છે, ત્યારે એટલું જરૂર કહીશ મતદારોએ ચુકાદો ઈવીએમમાં આપી દીધો છે. પરિણામ જે આવે તે પણ અમે હંમેશા આપ બધાની સાથે રહેશું અને આપના માટે હંમેશા અમારા દ્રાર ખુલા રહેશે અને અમારાથી બનશે તેવા તમામ આપના, આવિસ્તારના કામોમાં સાથે જ નહીં પણ આગળ હશુ. એટલી ખાતરી રાખજો, તમામ મિત્રો સાથીઓ શુભેચ્છકોનો દિલથી જાહેર આભાર…

આ સાથે જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી ચૂંટણી પૂરી થઇ ત્યાં સુધી તમામ વહીવટી કર્મચારી પોલીસ સ્ટાફ અને ચૂંટણીના બુથ પરના સ્ટાફે પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને શાંતિમય ચૂંટણી થાય તે માટેની ફરજ નિભાવી છે તે અભિનંદનને પાત્ર છે.

લી.આપના…..
– કડીવાર ઇસ્માઇલભાઈ
કડીવાર નૂરજંહા ઇસ્માઇલ

તમામનો ખૂબ ખૂબ આભર

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો