મોરબીમાં મકવાણા પરિવારના આંગણે પુત્રના વધામણાં: માતા-પિતાએ એ શુ લીધો સંકલ્પ જાણો…

By જયેશ બોખાણી

મોરબી: આજનો યુવાન જાગૃત બનવાની દિશામાં પહેલ કરી સમાજને નવો રાહ ચિંધી રહ્યો છે. અને નવી નવી પ્રવૃતિ કરી સંદેશો પાઠવી રહ્યા છે. ત્યારે મોરબીના મકવાણા પરિવારના આંગણે પહેલીવાર પુત્રના વધામણા થતા માતા-પિતા બનવાની ખુશીને લઈને મૃત્યુ પછી ચક્ષુદાન કરવા સંકલ્પ લીધો હતો.

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ વિજયનગરમાં રહેતા હસમુખભાઇ ડી.મકવાણા તથા તેમના પત્ની લિપ્સા એચ.મકવાણાના ઘરે આજે પુત્રના વધામણા થતા હર્ષની લાગણી છવાઈ આવી હતી. અને સાથે જ પિતા હસમુખભાઇ મકવાણા તથા માતા લિપ્સાબેન એચ.મકવાણા દ્વારા આંખની સિવિલ હોસ્પીટલમાં જઈને તેમના મૃત્યુ પછી કોઈ અંધજનને દ્રષ્ટિ મળી રહે તે માટે પોતાની આંખો ચક્ષુબેંકમાં આપવા સંકલ્પ કરાયો હતો. માતા-પિતાની આ પહેલને લોકોએ બિરદાવી હતી. અને હસમુખભાઇ મકવાણા તથા લિપ્સાબેન મકવાણા માતા-પિતા બનવાની ખુશી સાથે ચક્ષુદાન મહાનદાન કરી સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો.

આ સમાચારને શેર કરો
  • 1
  •  
  •  
  •  
  •  
  •  
    1
    Share