Placeholder canvas

ગુજરાતમાં આટલા રેપ થયા, BJP કાર્યકર્તાઓ રોડ પર કેમ નથી ઉતરતા? – જીગ્નેશ મેવાણીએ

ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજથી શરૂં થનારા ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુસત્રના પ્રારંભે કૉંગ્રેસ અને અપક્ષે એ વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરાવનું એલાન આપ્યું છે.

આ મુદ્દે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી કે ‘વિપક્ષ, અપક્ષ અને વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરવું પડે તે રૂપાણી સરકારને શોભતું નથી, પરીક્ષામાં ગેરરિતી થઈ તે સરકાર કબૂલે છે. છતાં પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કરાતી નથી. આજે દેશના અન્ય રાજ્યોમાં રેપ થાય તો ભાજપનો કાર્યકર્તા ભારત માતા કી જયના નારા સાથે નીકળી પડે છે, રાજ્યમાં આટલા રેપ થયા તો કેમ આરએસએસ કે ભાજપનો કાર્યકરત રસ્તા પર નથી?

મેવાણીએ જણાવ્યું, “ સરકારને ઘેરવા કરતા જે વિદ્યાર્થીઓની સાચી વેદના છે તેને વાચવા આપવાની વાત છે. વિપક્ષ, અપક્ષ અને વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરવું પડે તે રૂપાણી સરકારને શોભતું નથી, પરીક્ષામાં ગેરરિતી થઈ તે સરકાર કબૂલ છે છતાં આ કેવા પ્રકારનો એરોગન્સ છે કે પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કેમ કરાતી નથી. કેમ મીડિયાએ આટલું પ્રેશર બનાવું પડે? આતો ગુજરાતની અસ્મિતા ન હોઈ શકે?’

જીગ્નેશ મેવાણીએ કહ્યું, “રાજ્યની નાની મોટી પોલિટકલ પાર્ટી, આંદોલનકારીઓએ આ મુદ્દે સ્ટેન્ડ લેવું જોઈએ. જો તમે 12 લાખ વિદ્યાર્થીઓને ન સાંભળતા હો તો12 હજાર વિદ્યાર્થીઓના આંદોલનને તો કચડી જ નાખશો. એક પણ વિદ્યાર્થીને વિધાનસભા કૂચ કરવી હશે હું તેમની સાથે છું.”

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો