Placeholder canvas

વાંકાનેર: કાનપર ગામમાં સામાન્ય બાબતે મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યાની છ વ્યક્તિ સામે ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર ગામે સામાન્ય બાબતે એક મહિલા સહિત બે વ્યક્તિઓને 6 શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર તાલુકા પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જયોતીબેન રધુભાઇ કુણપરા (ઉ.વ. ૩૨, રહે. ગામ કાનપર, તા. વાંકાનેર) વાળીએ આરોપીઓ લાભુબેન નાજાભાઇ કુણપરા, સંજયભાઇ નાજાભાઇ કુણપરા, મહેશભાઇ કાનજીભાઇ કુણપરા, પ્રકાશભાઇ લાખાભાઇ કુણપરા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે કાનપર ગામે ફરીયાદી પોતાના ગામમાં દુધ લેવા જતા હતા ત્યારે સામેથી એક આરોપીએ આવી ‘તુ મારી સામે ભટકાવવા આવતી હતી’ તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલીને કુહાડીનો ઉંધો ભાગ માથામા મારી ઇજા પહોચાડી તેમજ અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો શરીરે મુંઢ મારમારી તેમજ સાહેદ સંજય રધુભાઇને લાકડી વતી શરીરે મુંઢ માર મારી ગાળો આપી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો