Placeholder canvas

વાંકાનેર: કુંભારપરામાંથી છ પતાપ્રેમી જુગાર રમતા પકડાયા

વાંકાનેર આજે કુંભારપરા વિસ્તારમાંથી છ શખ્સો જુગાર રમતા 13960 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયા છે.

પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના કુંભાર પરા વિસ્તારમાં હનુમાનજી મંદિરના સામે શેરી નંબર 5 ના ખૂણે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. (1)જીતેન્દ્ર ધરમશી સારદિયા (ઉંમર વર્ષ 24) રહે કુંભારપરા 5, (2) સંજય જીવરાજભાઈ તાવિયા (ઉંમર વર્ષ ૨૪) રહે કુંભારપરા, (3) પરવેજ હબીબભાઈ કુરેશી (ઉંમર વર્ષ 22) રહે કુંભારપરા, દાતાર રોડ (4) નિલેશ રમેશભાઈ જેસાણી (ઉંમર વર્ષ 21) રહે 9-એવન્યુ, રાતીદેવરી રોડ (5) રાજુભાઈ હરિભાઈ મેર (ઉંમર વર્ષ ૩૨) રહે કુંભારપરા શેરી નંબર 2 (6) મહેશ દેહરભાઇ ઉધરેજા (ઉમર વર્ષ 25) રહે.ગુલાબનગર, રાજાવદલા રોડ. આ 6 શખ્સોની જુગાર રમતા પકડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો