Placeholder canvas

રાજ્યના ચાર મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, લૉકડાઉનમાં છૂટ નહીં મળે

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે કલેક્ટરો સાથે ચર્ચા કરી નિર્ણય લીધો, જે દુકાનો ખુલ્લી હતી એ જ શરૂ રહેશે.

લૉકડાઉનમાં સરકારે રાજ્યમાં આજથી દુકાનો ખોલવાની પરવાનગી આપી ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ રહેણાંક વિસ્તાર પાસે આવેલી છૂટક દુકાનો ખોલવાની પરવાનગી આપી હતી. જોકે, કોરોનાના સંભવિત સંક્રમણને અટકાવવા માટે રાજ્યના ચાર મહાનગર અમદાવાદ-સુરત, વડોદરા-રાજકોટના મહાનગર પાલિકાના કમિશનરોએ સંયુક્ત રીતે મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ આજથી આગામી 3 મે સુધી રાજ્યના મહાનગરોમાં જે દુકાનો ખુલ્લી છે તે જ ખુલ્લી રહેશે. આજથી લાગુ થનારી છૂટછાટ આ મહાનગરોને નહીં મળે.

પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં તા.3 જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરી શકાશે નહી.

લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી.

અન્ય શહેરો અને વિસ્તારોમાં કઈ સેવા કે વ્યવસાય શરૂ નહીં થાય?

jરાજ્યના અન્ય શહેરોમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં. આ ઉપરાંત ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી.

અમદાવાદ શહેરે પ્રથમ નિર્ણય કર્યો

દરમિયાન આ નિર્ણય જાહેર થયો તેના પહેલાં જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પ્રેસ કૉન્ફરન્સ કરી અને જાણકારી આપી હતી કે પાલિકાએ વેપારી મંડળો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો છે કે કોઈ પણ મંડળો પોતાની દુકાનો ન ખોલે. આમાં વેપારી મંડળો જ સામેથી પહેલ કરી અને જોડાયા છે અને દુકાનોને 3 મે સુધી બંધ રાખવાની પરવાનગી આપી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો