Placeholder canvas

વાંકાનેર: ૨૦૨૦માં દોશી કોલેજના NCCના સાત વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટ જોબ મેળવી

વાંકાનેર: વર્ષે 2020માં દોશી કોલેજ વાંકાનેરના NCCના સાત વિદ્યાર્થી ગવર્મેન્ટ જોબ માં લાગેલા હતા. જેમાં ૪ કેડેટ પોલીસ અને ૩ કેડેટ આર્મીમાં લાગ્યા છે. જેમાં ૧ કેડેટ ધોળકિયા પ્રવીણ ભુપતભાઈ એ રાજપુતાના રાયફલ સેન્ટર દિલ્હી કેન્ટ મુકામે તા.19/12/2020 રીતે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ 15 દિવસની જંગલ ટ્રેનિંગ પણ સારી રીતે પૂર્ણ કરી લીધી છે.

જ્યારે ૧ કેડેટ ભરત વાલજીભાઈ દલસાણીયા બિન હથિયારી પોલીસમાં આજરોજ રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) મુકામે સારી રીતે ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે. જેમનો દીક્ષાંત પરેડ સમારોહ આજે તા. 08/01/2021 રોજ પૂર્ણ થયેલ છે. જેમાં આ વિધાર્થીએ એથ્લેટિકમા પ્રથમ નંબર મેળવ્યો હતો, જેમને મનિંદર પ્રતાપસિંહ પવાર (IPS) (નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ.)દ્વારા ભરત વાલજીભાઈ દલસાણીયા ને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને પ્લાટુન કમાન્ડર તરીકે સારી કામગીરી પૂર્ણ કરેલી છે.

આ દોશી કોલેજના વિધાર્થીઓએ દોશી કોલેજ અને વાંકાનેરનું વધાર્યું છે. આ બધા કેડેટેને શ્રી લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાએ માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડેલ છે. જે બદલ એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાને દોશી કોલેજ-વાંકાનેરના પ્રિન્સીપાલ વાય. એમ. ચુડાસમા અને સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો