Placeholder canvas

સાબરમતી રિવરફ્રન્ટમાં ચંપલ અને બેગ જોઇ કોન્સ્ટેબલ નદીમાં કુદકો મારીને યુવતિને બચાવી

અમદાવાદ શહેર પોલીસની She Teamએ આજે સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા ડૂબેલી યુવતીને બચાવીને બિરદાવા લાયક કામગીરી કરે છે. સાબરમતી નદીના બ્રિજ પર જાળી લગાવ્યા બાદ વોક-વે પરથી લોકો નદીમાં પડતુ મુકી આપઘાત કરવા લાગ્યા છે. તેવો જ એક બનાવ આજે શહેરમાં બન્યો હતો. પરંતુ એક પોલીસ કર્મીની સજાગતાથી મહિલાનો જીવ બચ્યો હતો.

રિવર ફ્રન્ટ પર પડેલા ચપ્પલ અને બેગ જોઈ પોલીસ કર્મીને શંકા ગઈ હતી અને નદીમા કૂદ્યો હતો. કોન્સ્ટેબલે જીવની પરવાહ કર્યા વિના સાબરમતીમાં કૂદકો મારી ફિલ્મનો હિરો બચાવે એવી રીતે આત્મહત્યા કરવા પડેલી યુવતીને બચાવી લીધી હતી અને સદ્દનસીબે ત્યાં પોલીસકર્મીને પાણીની અંદર ડુબી રહેલી યુવતીને તેમણે બચાવી લીધી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ આજે રિવરફ્રન્ટ પર પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે વોક વે પાસે એક યુવતીના ચપ્પલ અને બેગ બિનવારસી પડી હતી. જે જોઈ શી ટીમના ડ્રાઈવર કાન્તિભાઈએ નદીમા પડતુ મુક્યુ અને ડુબી રહેલી મહિલાનો જીવ બચાવ્યો હતો.

સદ્દનસીબે જ્યાં મહિલા ડૂબી રહી હતી, ત્યાં કોન્સ્ટેબલ પડ્યો હતો અને તેમણે મહિલાને પાણીમાંથી બહાર લાવી તેની પુછપરછ કરતા સામે આવ્યુ કે ચાંદખેડાની રહેવાસી છે, અને પારિવારીક તકરારના કારણે નદીમાં પડતુ મુક્યુ હતુ. પરંતુ પોલીસ કર્મચારીની બહાદુરીથી યુવતીનો જીવ બચાવવામા સફળતા મળી હતી.

આ સમાચારને શેર કરો