Placeholder canvas

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા 12 માર્ચથી શરૂ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પાંચ તબક્કામાં લેવાશે, કુલ 2.50 લાખ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આગામી તા.12 માર્ચથી પ્રારંભ થનાર હોય આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. પાંચ તબક્કામાં લેવાનારી યુનિવર્સિટીની પરીક્ષા સવારના 10:30 થી 1 અને 3 થી પ:30 કલાક દરમિયાન એમ બે સેશનમાં લેવામાં આવનાર છે. યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોના અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે.

જેમાં પ્રથમ તબક્કામાં તા.12 માર્ચથી બીએ, બીકોમ બીબીએ, બીએસસીની સેમેસ્ટર-6ની પરીક્ષા લેવામાં આવશે. જયારે બીજા તબક્કામાં તા.23 માર્ચથી વિવિધ ફેકલ્ટીની સેમેસ્ટર-4ની ઉપરાંત તા.4 એપ્રિલથી ત્રીજા તબક્કામાં સેમેસ્ટર-2ની તા.18 એપ્રિલથી ચોથા તબક્કામાં એમ.એ. એમ-કોમ સેમ-4ની પરીક્ષા લેવાશે. જયારે તા.28 એપ્રિલથી ચોથા તબક્કામાં એમ.એ.એમ. કોમ અને બીએડ સેમ-2ની પરીક્ષા લેવાશે. જે તા.પમે સુધી ચાલશે. આ પરીક્ષા માટે પેપરો સેટ કરવા અંગેની તૈયારીઓમાં યુનિ. પરીક્ષા વિભાગ ગુંથાય ગયો છે. આ પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિ ડામવા માટે તમામ પરીક્ષા સેન્ટરો પર ઓબ્ઝર્વર સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે તેમ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો