વાંકાનેર: આરોગ્યનગર આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ નિમિત્તે “સહી પોષણ દેશ રોશન” કાર્યક્રમની ઉજવણી

વાંકાનેર સીટી ઘટક 1 આરોગ્ય નગર આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ નિમિત્તે “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઘટક 1 CDPO શ્રીમતી તૃપ્તિબેન કામલીયા , સુપરવાઇઝર ચાંદનીબેન વૈદ્ય સુપરવાઇઝર અલ્પાબેન કચાવા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સગર્ભા માતા તથા કિશોરીને પોષણ તથા આરોગ્ય વિષય ઉપર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં વાનગી નિદર્શન કરી વાનગી કઈ રીતે બનાવી તેમાં પોષક તત્ત્વો જળવાઈ રહે તે માટે જાણકારી આપી તથા વજન અને હિમોગ્લોબિન વિશે પણ માર્ગદર્શન લાભાર્થીને આપવામાં આવેલ.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo.

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

,💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

આ કાર્યક્રમમાં તંદુરસ્ત કિશોરી તથા સગર્ભા માતા ના હાથે જ દીપ પ્રાગટ્ય તથા કેક કાપીને સાલ ઓઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી વર્કર શારદાબેન મનિષાબેન તથા રેશ્માબેન અને હેલ્પર બહેનો એ જહેમત ઉઠાવેલ..

આ સમાચારને શેર કરો
  • 101
  •  
  •  
  •  
  •  
  •  
    101
    Shares