Placeholder canvas

RTEના કેન્સલ થયેલ ફોર્મમાં અરજદારોને સુધારો કરવાનો મોકો આપવાની પીરઝાદાની માંગ

સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ફ્રી એડમિશન આપવાની RTE યોજના અંતર્ગત કરવામાં આવેલ અરજીઓ પૈકી, મોરબી જિલ્લામાં RTE 893 અરજીઓ નામંજૂર કરવામાં આવેલ છે. આ નામંજૂર થયેલ અરજીઓ પૈકી ઘણીબધી અરજીઓ નજીવા ટેક્નિકલ કારણોસર અને સામાન્ય માનવીય ક્ષતિઓના કારણે રદ થઈ છે.

આ બાબતે અરણિટીમ્બા ગામના માથાકીયા તોહીદ ગનીભાઈ અને એકતા ગ્રાફિક્સ વાળા વકાલિયા તજમુલભાઈએ વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે રજુઆત કરી હતી. આ બાબતની તાત્કાલિક નોંધ લઈ, વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે થી કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધીને પત્રો લખવામાં આવ્યા. વિદ્યાર્થીના વાલીને સાથે રાખીને, આ પત્રો લઈ વાંકાનેર APMC ચેરમેન શકીલ પીરઝાદા અને મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામ ભાઈ પરાસરા મોરબી ખાતે કલેકટરના પી.એ. અને જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળીને તેમની સમક્ષ રજૂઆત કરીકે RTE યોજના અંતર્ગત નામંજૂર કરવામાં આવેલ અરજીઓ બાબતે માનવીય અભિગમ દાખવી વાલીઓને ફરીથી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાની અથવા રૂબરૂ ડોક્યુમેન્ટ્સ વિરીફાઇ કરવાની તક આપવામાં આવે. તથા નજીવા ટેક્નિકલ કારણોસર અને સામાન્ય માનવીય ક્ષતિઓના કારણે નામંજૂર થયેલા ફોર્મ મંજુર કરવામાં આવે. જેથી આર્થિક રીતે નબળા પરિવારના બાળકો આ યોજનાનો લાભ લઇ શકે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો