Placeholder canvas

RTE પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો થયો પ્રારંભ

તા. 29 સુધી પ્રવેશ ફોર્મ સબમીટ કરાવી શકાશે : 11 સપ્ટેમ્બરે જાહેર થશે પ્રથમ રાઉન્ડ

ગરીબ બાળકોને ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં આરટીઈ અંતર્ગત ધો. 1માં પ્રવેશ આપવા અંગે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયેલ છે. આ આરટીઆઈના ફોર્મ જે બાળકનો જન્મ 2/6/2013 થી 1/ 6/ 2015 વચ્ચે થયેલો હોય તેમનું જ ફોર્મ ભરી શકાશે..

જરૂરી ડોક્યુમેન્ટ :-

આ ફોર્મ ભરવા માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે બાળકની જન્મતારીખનો દાખલો, માતા-પિતાનું આધારકાર્ડ,બેંકની પાસબુક, રહેણાંકનો પુરાવો અને જો બાળકનું આધાર કાર્ડ હોય તો આધારકાર્ડ, જો બીપીએલમાં હોય તો રેશનકાર્ડ, જો બાળક આંગણવાડીમાં જતું હોય તો તેમનો દાખલો, જે આઈસીડીએસની વેબસાઈટ પરથી ઓનલાઈન મળશે અને આંગણવાડીમાં જતા બાળકને અગ્રતાક્રમ આપવામાં આવશે…

આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે તા. 29-8-2020 સુધીમાં ઓનલાઈન પ્રવેશફોર્મ સબમીટ કરાવી શકાશે. ત્યારબાદ તા. 31-8-2020 થીતા. 7-9-2020 સુધી જે તે જિલ્લા કક્ષાએ ઓનલાઈન પ્રવેશફોર્મની ચકાસણી થશે. જે બાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 11-9-2020ના જાહેર થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો

Leave a Reply