Placeholder canvas

ગરીબોના ખાતામાં સોમવાર સુધીમાં રૂા.1000 જમા થશે…

અડધો-અડધ એનએફએસએ કાર્ડધારકોના રાશનકાર્ડ-બેન્ક ખાતાનું લીંક અપ ન હોય તંત્ર મુંઝાયું

રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાની સિવાયની સબ રજિસ્ટ્રારની 98 કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી શરૂ કરવા માટે લીલી ઝંડી આપી છે. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમો શરૂ કરવાના ગત 20મી તારીખના નિર્ણય બાદ આજદિન સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લાએ 40, હજાર ઉદ્યોગો શરૂ થઇ ગયા છે. જેમાં 5લાખ જેટલા શ્રમિકો કામ કરતા થયા હોવાનો સ્વીકાર કર્યો હતો.

તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે, આવતી કાલથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત 66 લાખ કુટુંબોને વિનામૂલ્યે ઘઉં અને ચોખાનું વિતરણ સરકાર દ્વારા કરવામાં આવશે જેમાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ સરકાર દ્વારા આપવામાં આવશે જો કે આ વિતરણ વ્યવસ્થા નક્કી કરેલા આંખ અને તારીખ મુજબ વિતરણ થશે જેમાં શિક્ષક તલાટી પોલીસ ગ્રામ સેવક અથવા સામાજિક અગ્રણી કોને સામેલ કરીને વિતરણ વ્યવસ્થા આયોજન બદ્ધ રીતે કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે માર્કેટયાર્ડની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં મોટા ભાગના એપીએમસી માર્કેટ ધમધમી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં 4,45,861 કવીંટલ વિવિધ અનાજની ખરીદી કરવામાં આવી છે જ્યારે મહાનગરપાલિકાના વિસ્તારોમાં કુલ 573 જેટલા સરકારના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 20 હજાર જેટલા શ્રમિકો આ કામ સાથે જોડાઈને રોજીરોટી મેળવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે સરકારી પ્રોજેક્ટના તમામ કામો શરતોને આધીન શરૂ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરિવારોના ખાતામાં એક હજાર રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય અંતર્ગત શનિવાર સાંજ સુધીમાં 41 લાખ એકાઉન્ટ ધારકોના ખાતામાં ડીબીટી માધ્યમથી લાભાર્થીને તેના ખાતામાં 1 હજાર રૂપિયા જમા થઈ જશે અને સોમવારે સાંજ સુધીમાં 50 લાખથી વધુ ખાતાધારકોમાં અંદાજીત 500 કરોડ રૂપિયા ડીબીટી માધ્યમ લાભાર્થીને મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.

આ સમાચારને શેર કરો