Placeholder canvas

મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ પકડાણી: આઠ લૂંટ કરી હોવાની કબુલાત…

રાજકોટ તા.2

કાલાવડ રોડ, કેકેવી ચોક પાસે મફતિયાપરામાં રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક બંધુને દસ દિવસ પહેલા માર મારી લૂંટી લેવામાં આવ્યા હતા. જે લૂંટના ગુનાની તપાસ દરમિયાન પોલીસે મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગના પાંચ પૈકી ચાર આરોપીને ઝડપી લીધા છે. આ શખ્સોની પૂછપરછ કરતા તેમણે રાજકોટ અને વાંકાનેર સહિત કુલ આઠ લૂંટના બનાવને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. તેમજ લૂંટના ગુનામાં સંડોવાયેલ અન્ય એકને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

શહેરમાં બેડીના પુલ પાસે રિક્ષામાં બેસાડી મુસાફરને લૂંટી લેનાર ગેંગને ઝડપી લેવા બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વિ.જે.ફર્નાનડિસના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના ફોજદાર એમ.એફ.ડામોર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ. વિરમભાઇ ધગલ તથા હેમેન્દ્રભાઇ વાધીયા તથા મિતેશભાઇ આડેસરા ની બાતમી હકીકતને આધારે માર્કેટયાર્ડ પાછળના રસ્તે આવેલ મંછાનગરના રોડ પાસેથી એક સીએનજી રીક્ષામાં ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

આ શખ્સો અવેશ યુનુશભાઇ ધનાણી ઉ.વ.25 રહે.ધાંચીવાડ શેરી -7 બાળકો ના સ્મશાન પાસે રાજકોટ , સુલતાનશા ફિરોઝશા દુરવેશ જાતે મુસ્લિમ ઉ.વ. 19 રહે. જીનપરા શેરી નં19 વાકાનેર જી.મોરબી,રહેમાન દિલાવરભાઇ ખેરડીયા ઉ.વ.ર1 રહે.દૂધ સાગર રોડ હૈદરી ચોક 10 ઓરડી પાસે રાજકોટ,વાહીદ આમદભાઇ માથકીયા ઉ.વ.29 રહે.ગંજીવાડા શેરી ને 5 ઝરીનાબેન ના મકાન માં રાજકોટ હોવાનું માલુમ પડ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રીક્ષા, છરી,મોબાઇલ અને રૂ. 71 હજાર રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ટોળકીની પૂછપરછ કરતા રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી આઠ લૂંટના બનાવોને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.જેમાં ત્રણ દિવસ પહેલા વાકાનેરમાં એક ભાઇને રીક્ષમા પેસેંજર તરીકે બેસાડી તેની પાસેથી રૂપીયા 12,000/- લૂટ કરેલ હતી.ત્રણ-ચાર દિવસ પહેલા એક ભાઇને પેસેંજર તરીકે રીક્ષામાં બેસાડી હુડકો ચોકડી પાસે 10,000ની લૂંટ કરી હતી. તે જ દિવસે બીજા ભાઇને રીક્ષામાં પેસેંજર તરીકે બેસાડી તેની પાસેથી હુડકો ચોકડી પાસેથી રૂપીયા1500 ની લૂટ કરેલ હતી.આજથી આશરે દશેક દિવસ પહેલા માટેલ થી એક ભાઇને પેસેંજર તરીકે બેસાડી ઢુવા ચોકડી પાસેથી તેનો ટેકનો કંપનીનો મોબાઇલ ફોન લૂટી લીધેલ હતો.પાંચ દિવસ પહેલા વાકાનેર રોડ ઉપરથી એક ભાઇ પાસેથી રૂપીયા 4000/- લૂંટી લીધેલ.

આજથી આશરે છ -સાત દિવસ પહેલા એક ભાઇને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ હતા અને સાત હનુમાન મંદિર પાસે રોડ ઉપર તેની પાસેથી રોકડા રૂપીયા 10,000/- લૂટી લીધેલ હતા.આજથી આશરે દશેક દિવસ પહેલા એક ભાઇને ભાઇને રીક્ષામાં હોસ્પિટલ ચોકથી પેસેન્જર તરીકે બેસાડેલ હતા અને ગોંડલ રોડ ઉપર તેની પાસેથી રોકડા રૂપીયા 3,000/- લૂટી લીધેલ હતા.આજથી આશરે છ-સાત દિવસ પહેલા એક ભાઇને ભાઇને રીક્ષામાં ગોંડલ ચોકડીથી પેસેન્જર તરીકે બેસાડેલ હતા અને ગોંડલ રોડ કોઠારીયા સોલ્વેટ પાસેથી રોકડા રૂપીયા 6,000/- લૂટ કરેલ હતી.આ ગેંગમાં અન્ય આરોપી ચિરાગ ઉર્ફે કાલી પણ સામેલ હોઈ તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આરોપીઓ પૈકી રહેમાન દિલાવરભાઇ ખેરડીયા સામે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં તથા રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચુક્યા છે.

આ સમાચારને શેર કરો