Placeholder canvas

પોલીસ અધિકારીઓને દિવાળીનું બોનસ: એ.બી.જાડેજાની પ્રોમોશન સાથે બદલી.

ગુજરાત સરકાર દ્વારા પોલીસ અધિકારીઓને દિવાળીનું બોનસ રૂપે પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈને પણ પીઆઇ તરીકે પ્રમોશન મળ્યા છે.

વાંકાનેર સીટીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એ.બી.જાડેજાને પીઆઈ તરીકે બઢતી આપી વડોદરા સીટીમાં મુકાયા છે. જ્યારે માળીયા મિયાણા પીએસઆઈ અને હાલ લિવ ઓન રિઝર્વ પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં જે.ડી.ઝાલાને પ્રમોશન આપી એસીબી પીઆઈ તરીકે ગાંધીનગર મુકવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર તાલુકામાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ અને તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બદલી થયેલા એસ.એ.ગોહિલની પીઆઈ તરીકે બઢતી આપી અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલને પ્રમોશન આપી એસીબી પીઆઈ તરીકે નિમણુંક અપાઈ છે. અને મોરબી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ પી.આર.વાઘેલાને અમરેલી જીલ્લામાં પીઆઈ તરીકે બઢતી આપી નિમણુંક કરાઈ છે.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં ત્રણ નવા પીઆઈ ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવત જી.જે.ગામીત, અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજવતા એસ.જી.ખાંભલા અને આઈબીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વી.એલ.સાકરીયાને પીઆઈ તરીકે બઢતી આપી મોરબી જીલ્લા મુકવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો