Placeholder canvas

ફરી પાછા ઠંડી માટે થઈ જાવ તૈયાર: 48 કલાકમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે.

ગુજરાતમાં આગામી ગુરુવારથી કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડની શક્યતા, હાલમાં આંશિક રાહત.

ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારને દેશમાં વધી રહેલી ઠંડીની અસર વચ્ચે રાજ્યમાં પણ ઠંડી વધી રહી છે. બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ શહેરનાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી જેટલો વધારો થયો છે. વહેલી પરોઢે પવનની ગતિ સામાન્ય કરતાં વિશેષ રહેતાં ઠંડા અને સૂકા પવન ફૂંકાયા હતા. જેનાં કારણે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે.

મંગળવારે લઘુતમ તાપમાન 11.9 ડિગ્રીએ પહોંચી જતાં દિવસ દરમિયાન લોકોને ઠંડીમાં રાહત મળી હતી. આજે વહેલી સવારે પણ શહેરનાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના મતે આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપસ 3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું પ્રભુત્વ તબક્કાવાર ઘટવા લાગશે. હવામાન વિભાગનાં મતે આગામી 24 કલાક દરિયાન ઠંડીમા વધારો થવાની સંભાવના નથી પરંતુ આગામી 48 કલાકમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેને કારણે ઠંડીનો હજુ એક રાઉન્ડ શરૂ થશે.

આ સમાચારને શેર કરો