Placeholder canvas

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં રાદડિયા Vs સખીયા

રાજકોટ : રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં આજે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયા સહિત તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. જેમાં મોટાભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે. પરંતુ રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપનાં જ અમુક આગેવાનો તરફથી બળવો કરવામાં આવ્યો છે. ભાજપના જ એક જૂથે વિજય સખીયાનું ફોર્મ ભર્યું છે.

આજે રાજ્ય સરકારના મંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન જયેશ રાદડિયા સહિત ભાજપ-કૉંગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ સમયે ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો સાંસદો અને સહકારી તથા ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ તાલુકાની બેઠકમાં ભારે ખેંચતાણ બાદ ભાજપના એક જૂથના આગેવાન વિજય સખીયાએ ફોર્મ ભર્યું હતું. આ મામલે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, એક બેઠકની ચૂંટણીથી બેંકને કોઈ ફેર નહીં પડે. સમજાવટના અમારા પ્રયાસો ચાલુ છે.

રાજકોટ તાલુકાની બેઠકમાં પહેલા જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા અને વિજય સખીયાનું નામ ચર્ચામાં હતું. પરંતુ કોઇ કારણોસર મંત્રી જયેશ રાદડિયાએ શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતરતાં વિજય સખીયા રાદડિયા જૂથ સામે મેદાનમાં આવ્યા છે.

આ સમયે તેમને જણાવ્યું હતું કે, મંત્રી જયેશ રાદડિયાએ પહેલા અમને તાલુકાની બેઠક માટે વચન આપ્યું હતું. પરંતુ કોઇ કારણોસર શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતારતાં મારે ના છૂટકે તેમની સામે ઉમેદવારી ભરવાની ફરજ પડી છે. સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે સખીયા, સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજા, રા.લો સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા અને જિલ્લા ભાજપના આગેવાન ભાનુભાઈ મહેતા છે.

જોકે, મંત્રી રાદડિયાએ શૈલેષ ગઢીયાને ઉમેદવારી પત્ર ભરવાનું કહેતા ખળભળાટ મચી ગયો છે. એક સમયના વિઠ્ઠલ રાદડિયાના સાથી હરદેવસિંહ જાડેજાએ તો એમ પણ કહ્યું હતું કે, ઘીના ઠામમાં ઘી નહીં પડે તો યુદ્ધ એ જ કલ્યાણ. આગામી દિવસોની અંદર રાજકોટ લોધીકા સંઘ, માર્કેટિંગ યાર્ડ અને ડેરીની ચૂંટણી આવી રહી છે. ત્યારે બેંકની ચૂંટણી સમયે જ ભાજપના બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા શું પરિણામ લાવે છે તેના પર સૌ કોઇની નજર છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો