Placeholder canvas

રાજકોટ ડેરીની 28 ઓગષ્ટે ચૂંટણી : તા.6થી ફોર્મ ભરાશે

રાજકોટ ડેરીની 14 બેઠકોની ચૂંટણી કરવા માટે ધોરાજી પ્રાંત અધિકારી જી.વી.મીયાણીએ કાર્યક્રમ જાહેર કર્યો છે. 6 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો મેળવવા અને 28 ઓગષ્ટ મતદાન કરવામાં આવશે. સંઘ સંકલીત સહકારી દૂધ મંડળીઓની 13 તથા વ્યકિતગત સભાસદ માટે 1 બેઠકો નક્કી કરવામાં આવી છે. રાજકોટ ડેરીની પ્રાથમિક મતદાર યાદી આવતી કાલે પ્રસિધ્ધ કરવામાં આવશે.

રાજકોટ ડેરીની 14 બેઠકોની ચૂંટણી માટે ધોરાજી પ્રાંત અધિકારીએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ રાજકોટ ડેરીની ચૂંટણી માટે આવતીકાલે મતદાર યાદીની કામચલાઉ પ્રસિઘ્ધિ કરવામાં આવશે. વાંધા સૂચનો રજૂ કરવા માટે 29 જુલાઇ અંતિમ મુદત, 31/7 સુધીમાં આવેલા વાંધા-સૂચનોનો નિકાલ અને 4/8/2020ના રોજ મતદાર યાદી આખરી પ્રસિઘ્ધ કરવામાં આવશે. વાંધા-સૂચનો ધોરાજી પ્રાંત અધિકારી કચેરીએ રજુ કરવાના રહેશે.

રાજકોટ ડેરીની 14 બેઠકોમાં ઉમેદવારી પત્રો મેળવવા માટે 6/8 થી 11/8ની તારીખ નક્કી કરવામાં આવી છે. ફોર્મ પૂર્વ મામલતદાર કચેરી, જુની કલેકટર કમ્પાઉન્ડ નક્કી કરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી 13/8/20, ઉમેદવારી પત્રકો પરત ખેંચવા માટે 14/8/20 થી 18/8/20 નક્કી કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી પ્રસિઘ્ધ પણ 18/8/20ના રોજ કરાશે. મતદાનની જરૂર પડશે તો 28/8/20ને મંગળવારે, ચૌધરી હાઇસ્કૂલ ખાતે મતદાન કરવામાં આવશે. જયારે મતગણતરી 29/8ના રોજ ચૌધરી શાળાએ જ કરવામાં આવે તેવુ નક્કી થયું છે.

દરમ્યાન રાજકોટ ડેરીની 13 સભાસદ દૂધ મંડળીઓમાં (1) માળીયા-મોરબી-ટંકારા, વાંકાનેર, (2) વાંકાનેર, (3) રાજકોટ-ટંકારા, (4) રાજકોટ-જસદણ, (પ) પડધરી-લોધીકા, (6) વિંછીયા-જસદણ, (7) વિંછીયા, (8) રાજકોટ-કોટડાસાંગાણી-જસદણ, (9) કોટડાસાંગાણી-ગોંડલ-લોધીકા, (10) ગોંડલ-જેતપુર, (11) જેતપુર-ધોરાજી, (12) ધોરાજી-ઉપલેટા, (13) જામકંડોરણા તથા 14મી બેઠક વ્યકિતગત સભાસદના પ્રતિનિધિનો સમાવેશ કરાયો છે.

લોધીકા સંઘની મુદત વહેલી પૂર્ણ થવા છતાં ડેરીની ચૂંટણી વહેલી જાહેર થતા તર્ક-વિર્તક

રાજકોટની મોટાગજાની રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણીઓ કરવા માટે કલેકટરે મંજૂરી આપી રાજકોટ સીટી-2 પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક આપી છે. રા.લો.સંઘની ચૂંટણી કરવા માટે દરખાસ્ત થઇ ચૂકી છે. રા.લો.સંઘની મુદત વહેલી પૂર્ણ થઇ ચૂકી છે. જયારે રાજકોટ ડેરીની મુદત પૂર્ણ થવા પર છે. છતાં પણ રાજકોટ ડેરીની ચૂંટણી વહેલી જાહેર કરી દેવામાં આવી છે.

જયારે રા.લો.સંઘની ચૂંટણી કરવા માટે હવે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિઘ્ધ અને સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. રાજકોટ ડેરીની ચૂંટણી વહેલી જાહેર થતા સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જોોવા મળી છે. જયારે રા.લો.સંઘની ચૂંટણી જાહેર નહી થતા આશ્ર્ચર્ય જોવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો