Placeholder canvas

હાજીપીરની દરગાહ પર ફસાયેલા 22 પરીવારોને સૈયદ સલીમબાપુના ગ્રુપ દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી

કચ્છ જીલ્લા ની મશહૂર દરગાહ હાજીપીર બાબા ના ઉર્ષ ની પુર્વ તૈયારી અર્થે આવેલા ધંધાર્થીઓ ફસાએલા 

કોમી એકતા ના પ્રતિક હાજીપીર બાબા ની દરગાહ પર ફસાયેલા 110 ધંધાદારીઓ ના 22 પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ દ્વારા નરા પોલીસ સ્ટેશનના P.S.I પરમારના હસ્તે તમામ જરૂરતમંદ પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવી

જેઓ અમદાવાદ રાજકોટ અને મોરબી સહીત ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી હાજીપીરના ઉર્ષ માટે દર વર્ષની જેમ આ વર્ષે  એ લોકો ઉર્ષના એકાદ અઠવાડિયા પહેલા આવ્યા હતા.

આ વખતે કોરોના વાયરસ ની મહાભયંકર બિમારી સામે તકેદારીના પગલા રુપે આ વર્ષે કલેકટર સાહેબ દ્વારા પબ્લિક કર્ફયુના આગલા  દીવસે  31 માર્ચ સુધી ઉર્ષ ને મુલતવી રાખવા મેળા સમિતિ અને મુસ્લિમ આગેવાનો વચ્ચે મીટીંગ કરીને મોકુફ રાખવા હુકમ કરયો અને આગળ  સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી ઉર્ષની તારીખ જાહેર ન કરવા હુકમ કરવા માં આવ્યો હતો. ત્યાર થી તે પરીવારો આશરો કરી બેઠા હતા કે કદાચ 31 માર્ચ પછી ઉર્ષ થાય તેવી આશા સાથે રોકાઈ ગયા હતા.

જનતા કર્ફયુ પછી અચાનક એકવીસ દીવસનું લોકડાઉન ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા તેઓ ફસાઈ ગયા હતા. અને પોતાના પાસે રહેલ રાશન થી ગુજરાન ચલાવતા હતા  તે પણ પુરો થતાં તેઓ એ નજીક વિસ્તારના નખત્રાણા વિભાગના ડી.વાય.એસ.પી શ્રી યાદવ સાહેબ ને જાણ થતાં તેઓ એ તેમના માટે તાત્કાલિક ધોરણે નરા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ પરમારને જાણ કરતા તેઓએ બે દીવસનો રાશન બંદોબસ્ત કરી આપ્યા બાદ અબડાસા પ્રખ્યાત સેવાભાવી સૈયદ સલીમબાપુ ગ્રુપને ટોડીયાના સૈયદ ઈમામશાબાપુ   દ્વારા જાણ કરાતા તે ગ્રુપ દ્વારા તેમને મદદ કરવા તૈયારી બતાવી હતી.

જેથી તાત્કાલિક ધોરણે અબડાસાના નાયબકલેકટર શ્રી ઝાલા સાથે વાતચીત કરીને કાનુની પરમીશન લઈને તમામ જરૂરતમંદ પરીવારોને નરા પી.એસ.આઈ શ્રી પરમાર અને સ્થાનિક આગેવાન જબારભાઈ  જત અને મુજાવર આગેવાનોના વરદ હસ્તે તમામ જરૂરતમંદ પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી 

આ તમામ મધ્યમ વર્ગના પરીવારો આજે  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર ને અનુરોધ કરી રહ્યા છે કે અમોને તાત્કાલિક ધોરણે અમારા વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા અમારા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે એવી આજજી પુર્વક વિનંતી કરી રહ્યા છે.

હાલ માં અબડાસા તાલુકા વિંઝાણ ગામના સૈયદ સલીમબાપુના ગ્રુપ દ્વારા તમામ પરીવારો માટે સમગ્ર જીવન જરુરી રાશન  આઠ દીવસ ચાલે એટલો બંદોબસ્ત કરી આપેલ છે. જો લોકડાઉન વધે તો આ પરીવારો માટે  મુશ્કેલી વધી શકે તેમ હોવાથી ઉપરોક્ત વિનંતી તે પરીવારો કરી રહ્યા છે.

આ તમામ વ્યવસ્થા સૈયદ  સલીમબાપુના ગ્રુપ તરફથી રજાક હિંગોરા અને રજાકશા સૈયદ અને અલીમામદ હિંગોરાએ કરી હતી.તેમ સૈયદ ઈમામશા બાપુ એ જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો