રાતિદેવળી જિલ્લા પંચાયત સીટના મતદારોની ટૂંકી ને ટચ એક જ વાત “જાહીર જીતશે”

વાંકાનેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજથી પ્રચારનો શોર, બકોર અને ભૂંગળા બંધ થઈ જશે. ત્યારે રાતીદેવરી જિલ્લા પંચાયતની સીટ પર ભાજપે એક યુવાનને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે આ યુવાં પોતે ચૂંટણી તો પ્રથમ વખત લડી રહ્યો છે, પણ તેમણે ઘણી બધી ચૂંટણી લડતા ખૂબ નજીકથી જોઇ છે અને તેમાં મહત્વની ભૂમિકા પણ અદા કરી છે. આમ જોઈએ તો તેમને રાજકારણ વારસામાં મળ્યું છે કેમકે તે સીંધાવદરના મર્હુમ કામદાર બાપાનો પૌત્ર અને યુસુફભાઈ શેરસીયાનો પુત્ર જાહીરઅબ્બાસ છે.

રાતીદેવડી જિલ્લા પંચાયત મતક્ષત્રમાં બંને ઉમેદવારોએ ખૂબ પ્રચાર કર્યો છે,હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે મતદારોની મરજી બહાર આવવા લાગી છે. રાતીદેવળી જિલ્લા પંચાયત શાણા મતદારો સાવ ટૂંકી ને ટચ, એક જ વાત કરે છે બસ “જાહિર જીતશે” કેટલા મતે જીતશે? એવુ પૂછીએ તો મતદારો કહે છે એ સમય જ બતાવશે પણ જીતશે, જીતશે ને જીતશે…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •