વાંકાનેર: રાતીદેવળી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે રાતીદેવળી ગામે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૬ ના રોજ રાતીદેવળી ગામની સીમમા જુગાર રમતા હમીરભાઇ વોરા, અરજણભાઇ રવાભાઇ લામકા, મુકેશભાઇ ભોગીલાલ શાહ, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરાને રોકડા રૂ. ૧૧,૩૦૦ તથા મોબાઇલ નંગ -૪ તેમજ બે બાઈક મળીને કુલ રૂ. ૭૩,૮૦૦ સાથે ઝડપી.લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •