Placeholder canvas

‘રાસુકા’ થકી હિંસક પ્રદર્શનકારી પર લગામ લગાવાની વેતરણમાં સરકાર

નાગરિક્તા સંશોધન કાયદાને પગલે સમગ્ર દેશમાં પ્રદર્શન થઈ રહ્યું છે. કેટલાક લોકો CAAનું સમર્થન કરી રહ્યાં છે, તો કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. આ હિંસક પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું છે. એવામાં સરકાર પ્રદર્શનકારી પર અંકુશ મૂકવા માટે તેમના પર રાસુકા લગાવવાની તૈયારી કરી રહી છે. રાસુકાનો અર્થ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો છે. જેમાં અટકાયત લેવામાં આવેલા વ્યક્તિને વધુમાં વધુ એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે….

શું છે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA)
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ-1980, દેશની સુરક્ષા માટે સરકારને વધુ શક્તિ આપવા સબંધિત કાયદો છે. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારને કોઈ પણ સંદિગ્ધ નાગરિકને અટકાયતમાં લેવાની શક્તિ આપે છે.
દેશમાં અનેક પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. આ કાયદો અલગ-અલગ સ્થિતિમાં લાગૂ કરવામાં આવ્યો છે. જેમાંથી એક છે, રાસુકા એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો. 23 ડિસેમ્બર, 1980ના ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન તેને બનાવવામાં આવ્યો હતો. આ કાયદો દેશની સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારને વધારે શક્તિ પ્રદાન કરવા સબંધિત છે. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારને શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવાની શક્તિ આપે છે.

કેવા નાગરિકોને પકડવામાં આવી શકે છે?
— જો સરકારને લાગે છે કે, કોઈ વ્યક્તિ તેમને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાવાળા કાર્યોને કરવાથી રોકી રહ્યું છે, તો તેમની અટકાયત કરવામાં આવી શકે છે.
— જો સરકારને લાગે કે, કોઈ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વ્યવસ્થિત ચાલવા સામે અવરોધ ઉભો કરી રહ્યો છે, તો તેને અટકાયતમાં લેવાનો આદેશ આપી શકે છે. આ કાયદાનો ઉપયોગ જિલ્લાધિકારી, પોલીસ કમિશ્નર, રાજ્ય સરકાર પોતાના મર્યાદિત અધિકારમાં કરી શકે છે.

શુ સજા ?
— રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980 (NSA) અંતર્ગત કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિને કોઈ પણ આરોપ વિના 12 મહિના સુધી જેલમાં રાખવામાં આવી શકે છે. રાજ્ય સરકારને એ નક્કી કરવાની આવશ્યક્તા છે કે, NSA અંતર્ગત એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવી શકે છે.
— રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત અટકાયતમાં લેવામાં આવેલા વ્યક્તિને તેમના વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા વિના 10 દિવસ માટે રાખવામાં આવી શકે છે. અટકાયતમાં લેવામાં આવેલ વ્યક્તિ હાઈકોર્ટના સલાહકાર બોર્ડ સમક્ષ અપીલ કરી શકે છે, પરંતુ તેને કેસ દરમિયાન વકીલની મંજૂરી નથી મળતી.

ભીમ આર્મી ચીફ પર લાગ્યો હતો ‘રાસુકા’
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) અંતર્ગત ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરને અનેક મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ કાયદા અંતર્ગત મણિપૂરના પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સરકારની આલોચના કરવા પર તેમની નવેમ્બર-2018ના ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેઓ 133 દિવસ સુધી જેલમાં રહ્યાં હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો