ટંકારામાં સબ સેન્ટર ખાતે કોગ્રેસ ટીમ દ્વારા રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

100 લોકોમાંથી માત્ર 7 પોઝિટિવ : કાલે રવિવારે ટંકારા શહેરમાં ડોર ટુ ડોર રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે.

By Jayesh Bhatasana -Tankara
ટંકારા : ટંકારામાં કોરોનાના હાહાકાર વચ્ચે શહેરના ઉગમણા નાકા પાસે આવેલા આરોગ્ય સબ સેન્ટર ખાતે ગઈકાલે શુક્રવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં બહુ ઓછા લોકો પોઝિટિવ આવતા હાલની પરિસ્થિતિ આંશિક રાહત થઈ છે. જ્યારે આવતી કાલે રવિવારે ટંકારા શહેરમાં ડોર ટુ ડોર રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે.

ટંકારાના મુખ્ય સ્મશાન સામે પટેલ સમાજની વાડી નજીક આવેલા આરોગ્ય સબ સેન્ટરમા મેડિકલ ટિમ દ્વારા ટંકારા ધારાસભ્ય લલિત કગથરા અને ટંકારા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીના સહયોગથી કોરોના રિપીટ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પમાં 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર 7 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવતા હાલની પરિસ્થિતિ થોડી રાહત થઈ છે.

જ્યારે આવતીકાલે રવિવારે પણ ટિમના સભ્યો દ્વારા ટંકારા શહેરના મુખ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર ટેસ્ટ કેમ્પ યોજાશે. તેવું જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો