Placeholder canvas

રંગીલા રાજકોટમાંથી કુટણખાનું પકડાયું : 1હજારમાં મળતી હતી રૂપલલના

રાજકોટ: મોરબી રોડ પર જકાતનાકા પાસે જલારામ સોસાયટીમાં શેરી નં. ૫માં રહેતી દયાબેન મહેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫)ના મકાનમાં ચાલતા કુટણખાનાને પકડીને મકાન માલીક મહિલા ઉપરાંત ચાર ગ્રાહકો સહિત પાંચની ધરપકડ કરવામા આવી છે.

જલારામ સોસાયટીમાં મહિલાના મકાનમાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી કુટણખાનુ ઝડપી પાડયું હતું. ધરપકડ કરાયેલામાં મકાન માલીક મુખ્ય સુત્રધાર દયાબેન ઉપરાંત ત્યાં આવેલા ગ્રાહકો હેમાંગ પ્રફુલભાઈ વાછાણી (ઉ.વ. ૨૨ રહે. શ્યામકુંજ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક, નાના મવા રોડ), રવિ મુકેશભાઈ ચાવડીયા (ઉ.વ. ૨૫ રહે. માયાણીનગર, આવાસ ક્વાર્ટર, નાના મવા રોડ), મોહિત દિલીપભાઈ ડોડીયા (ઉ.વ. ૩૦ રહે. કડીયાનગર શેરી નં. ૩, ગોકુલધામ પાસે) અને હિતેષ પરસોત્તમભાઈ માખેચા (ઉ.વ. ૨૫ રહે. ધરમનગર આવાસ ક્વાર્ટર, ૧૫૦ ફુટ રીંગ રોડ)નો સમાવેશ થાય છે.

પોલીસે ઘટના સ્થળેથી ૫ રૂપલલના કે જે પશ્ચિમ બંગાળની હતી તેને પણ મુક્ત કરાવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી દયાબેન છેલ્લા ચાર માસથી આ કુટણખાનુ ચલાવતી હતી. તે ગ્રાહક દીઠ રૂા. ૧ હજાર લેતી હતી અને તેના અડધા એટલે કે રૂા. ૫૦૦ રૂપલલનાને દેતી હતી. હાલ દયા અને ચારેય ગ્રાહકો મળી પાંચેય સામે બી ડીવીઝન પોલીસમાં ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો