Placeholder canvas

રાજકોટમાં રાજયનો પ્રથમ 90 મીટરનો પહોળો રોડ બનશે

રાજકોટ : રાજકોટના જામનગર રોડ પર કેન્દ્ર સરકારે એઈમ્સ હોસ્પિટલ મંજુર કરી છે. જેમાં જામનગર રોડ પર પરાપીપળીયાથી એઈમ્સ સુધી જવા માટે 90 મીટરનો ગુજરાત રાજયનો પ્રથમ રોડ બનાવવા માટે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ ગત બોર્ડ મીટીંગમાં ઠરાવ કર્યો હતો અને તેની દરખાસ્ત રાજય સરકારના શહેરી વિકાસને મોકલી આપી હતી.

આ દરખાસ્ત રાજય સરકારે મંજુર કરી છે જેની સતાવાર જાણ આજે રૂડા ઓથોરીટીને કરી દેવામાં આવી છે. આમ રૂડા દ્વારા ગુજરાત રાજયના પ્રથમ 90 મીટરનો પહોળો રોડ બનાવવાની તજવીજ શરુ કરવામાં આવી છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ જામનગર રોડ પર કેન્દ્ર સરકારે મંજુર કરેલી એઈમ્સ હોસ્પિટલ સુધી જવા માટે પરાપીપળીયાથી એઈમ્સ સુધીના 12 કિલોમીટરના રોડને આઠ લાઈનનો અને 90 મીટરનો પહોળો રોડ બનાવવા રાજય સરકારમાં દરખાસ્ત કરી હતી.

આ દરખાસ્ત મંજુર કરી દેવામાં આવતા રૂડા ઓથોરીટીએ પરાપીપળીયાથી એઈમ્સ સુધીની સાઈટ વચ્ચેના 12 કી.મી.ના રોડનું ડીમાર્કેશન શરુ કરી દીધું છે. ડીમાર્કેશન થયા બાદ જમીનના કબ્જા લઈ 90 મીટરનો રોડ બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગ શરુ કરશે. આ રોડ પર એક રેલ્વે લાઈન આવતી હોય આ રેલ્વે લાઈન પર 95 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવશે. આ તમામ કામગીરી માર્ગ અને મકાન વિભાગ કરશે. જયારે જમીન માત્ર રૂડા માર્ગ અને મકાનને તબદીલ કરશે.

દરમ્યાન રૂડા દ્વારા એઈમ્સથી ગવરીદડ સુધી અને ત્યાંથી માલીયાસણ સુધી પહોંચવા માટે 17 કી.મી.ના રોડને પણ 90 મીટરનો પહોળો રોડ બનાવવા ઠરાવ કર્યો છે. આમ અમદાવાદ હાઈવેથી એઈમ્સ હોસ્પિટલ સુધી કોઈ જાતના ટ્રાફીક અવરોધ વગર એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો સડસડાટ પહોંચી શકે તેવો હેતુ રૂડા દ્વારા રાખવામાં આવ્યો હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો