Placeholder canvas

રાજકોટ: સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી

2 ડોકટર, 3 નર્સ, કેન્ટીન સ્ટાફ, હાઉસ કિપિંગ સ્ટાફના કેટલાક લોકો સંક્રમિત થયા

રાજકોટમાં કોરોના કાબુ બહાર છે. દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે.

150 ફૂટ રિંગરોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના 2 ડોકટર, 3 નર્સ, કેન્ટીન સ્ટાફ અને હાઉસ કિપિંગ સ્ટાફના કેટલાક લોકો સંક્રમિત થયા હોવાની વિગતો સાંપડી છે. બન્ને તબીબ વિઝીટર ડોકટર તરીકે સેવા આપે છે. એટલે કે અન્ય હોસ્પિટલમાં પણ સારવાર આપવા જાય છે. જેથી તે હોસ્પિટલો ક્લિનિકોમાં પણ આરોગ્ય ટીમ સામુહિક કોરોના ટેસ્ટ કરે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ નિર્મલા રોડ પર આવેલી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં નર્સ તેમજ ડોકટરો કોરોના સંક્રમિત થતા હોસ્પિટલને આગામી તા. 16 ઓગષ્ટ સુધી બંધ કરી દેવામાં આવી છે. અને દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો