Placeholder canvas

રાજકોટ: એસટી બસ સ્ટેશનમાં ભારે ટ્રાફિક: 1 દી’માં 26 એકસ્ટ્રા બસ દોડાવાઈ

રાજકોટ: એસટી બસ સ્ટેશનમાં દિવાળીના તહેવારો પૂર્વે ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એકજ દિવસમાં રાજકોટ ડેપો દ્વારા 26 એકસ્ટ્રા બસ દોડાવાઈ હતી. જયારે ડિવિઝનના કુલ 9 ડેપો દ્વારા 40 એકસ્ટ્રા બસ દોડાવાઈ હતી. એડવાન્સ બુકિંગ માટે ભારે ધસારો થતાં સાત કાઉન્ટર શ કરવામાં આવ્યા છે. ટ્રાફિક વધતા રાજકોટ ડેપોની દૈનિક આવકમાં 1.25 લાખ અને ડિવિઝનની આવકમાં 1.4 લાખનો વધારો થયો છે.

રાજકોટ એસટી ડેપો મેનેજર નિશાંત વરમોરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખેતમજુરી તેમજ બાંધકામ ઉદ્યોગમાં મજુરી કરતા દાહોદ, ગોધરા, પંચમહાલ પંથકના મજુરો સહપરિવાર વતન જઈ રહ્યા હોય દાહોદ-ગોધરા ટની તમામ બસોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને જરિયાત મુજબ એકસ્ટ્રા બસ મુક્વામાં આવી રહી છે જે અંતર્ગત ગઈકાલે 26 એકસ્ટ્રા બસ દોડાવાઈ હતી.

તદ ઉપરાંત એડવાન્સ બુકિંગ માટે ભારે ધસારો થતા એસટી બસ પોર્ટ ખાતે ત્રણ, વોલ્વો બસના બે અને શાસ્ત્રીમેદાન એસટી બસ સ્ટેશન ખાતે બે સહિત એડવાન્સ બુકિંગના કુલ સાત કાઉન્ટર શ કરવામાં આવ્યા છે, જયાં આગળ સવારે પાંચથી રાત્રે નવ સુધી એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચારને શેર કરો