રાજકોટ: આજીડેમ પાસે પુલની દિવાલ ધસી પડતા બેના મોત

રાજકોટમાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આજીડેમ પાસે આવેલ ઓવરબીજની દિવાલ ધસી પડતા અને તેની નીચે બે વ્યક્તિઓ દટાઇ જતાં મૃત્યુ નિપજ્યા હતા.

ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર, બચાવ કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજી તરફ રાજકોટમાં આજે આજી ડેમ આવેલ છે તે ઇસ્ટ ઝોનમાં પોણો ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે ઢેબર રોડ, યાજ્ઞિકરોડ સહિતના સેન્ટ્રલ ઝોનમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે અને વેસ્ટ ઝોનમાં ઝાપટા વરસ્યા હતા.

આ સમાચારને શેર કરો
  • 71
  •  
  •  
  •  
  •  
  •  
    71
    Shares