રાજકોટ:આગામી મહિને એઈમ્સનું શિલારોપણ કરશે PM મોદી

ગુજરાતમાં બે દિવસ રોકાશે મોદી: તા.17 અથવા 18 ફેબ્રુઆરીની તારીખ લગભગ નિશ્ચિત થશે…

રાજકોટ: આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની સ્થાપનાની પ્રક્રિયા લગભગ પુરી થઈ ગઈ છે અને વડાપ્રધાનના હસ્તે એઈમ્સનું શિલારોપણ થશે.

મળેલ માહિતી મુજબ ફેબ્રુઆરીમાં વડાપ્રધાન તા.17 અથવા 18ના રાજકોટ આવશે. તેમનો બે દિવસનો ગુજરાતનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ એક મોટો સમારોહ છે અને વડાપ્રધાન તેમાં હાજરી આપનાર છે.

આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ નિશ્ચિત થઈ રહ્યા છે. જેમાં એઈમ્સનું શિલારોપણ મુખ્ય રહેશે. તા.17 અથવા 18 ફેબ્રુઆરી એટલે કે તે માસના ત્રીજા સપ્તાહમાં મોદીનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •