Placeholder canvas

વાહન ડીટેઇન મામલે યુવતીઓ સાથે રકઝક કરનાર ફોજદાર ડોડીયાની બદલી

રાજકોટના પેલેસ રોડ પર એકટીવામાં ડબલ સવારીમાં નીકળેલી બે યુવતીને અટકાવી રોકતા ફોજદાર સાથે યુવતીઓને માથાકુટ થઇ હતી અને ફોજદારે ફડાકા ઝીંકી દીધાનું ચચાર્યુ હતું. આ મામલે યુવતીનાં પિતાએ દિકરીની ભુલ હોવા અંગે પોલીસને માફી પત્ર આપી મામલો થાળે પાડયો હતો ત્યારે આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકનાં ફોજદાર ડોડીયાની ઉચ્ચ અધિકારીએ બદલી કરી દીધી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર રોડ પર રહેતી બે યુવતીઓ એકટીવામાં ડબલ સવારીમાં પેલેસ રોડ પરથી પસાર થતી હતી ત્યારે હાલ લોકડાઉનનાં નિયમને ઘ્યાને રાખી ડબલ સવારી પર નીકળતાં વાહન ચાલકોને સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે એ-ડીવીઝન પોલીસ મથકનાં ફોજદાર ડોડીયાએ એકટીવા અટકાવી યુવતી પાસેથી કાગળો માંગતા કોઇ ડોકયુમેન્ટ ન હોતાં અને એકટીવા ડીટેઇન કરવાની કાર્યવાહી ચાલુ કરતાં યુવતીએ ગાડીની ચાવી લઇ લેતાં ફોજદાર ડોડીયા સાથે માથાકુટ થઇ હતી. આ મામલે યુવતીના પિતાએ દિકરીની ભુલ સ્વીકારી માફીપત્ર લખી આપ્યો હતો અને મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને આ બાબત ઘ્યાને આવતા ફોજદાર ડોડીયાની બદલી કરી દીધી હતી.

આ સમાચારને શેર કરો