Placeholder canvas

રાજકોટ: ડ્રેસવાલા શો રૂમમાં 10 લાખની ચોરી, તસ્કરો CCTVના વાયર કાપી ગયા

રાજકોટ: શહેરના ધર્મેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા શો રૂમમાં મોડી રાત્રે બે તસ્કરોએ સીસીટીવી કેમેરા અને તેનું વાયરીંગ કાપી નાખ્યું હતું અને અંદર પ્રવેશ કરી પર્સમાં રહેલા અંદાજે રોકડા 10 લાખ રૂપિયાની તસ્કરી કરી હતી. બનાવની જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમીન માર્ગ ઉપર સાગર ટાવરમાં રહેતા હરીશભાઇ ચીમનલાલ અનડકટની ધર્મેન્દ્ર રોડ પર આવેલો ડ્રેસવાલા શોરૂમમાં ચોરી થઇ હોવાની એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ ડ્રેસવાલા શોરૂમમાં પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી ડોગ સ્કવોડ તેમજ ફીંગર પ્રિન્ટસ નિષ્ણાંત અને એફએસએલની ટીમને જાણ કરી દેવામાં આવી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડ્રેસવાલા ફેમીલી શો-રૂમ ત્રણ માળનો છે. અહીંયા 15 થી 20 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આરોપીઓ શોરૂમની પાછળ આવેલી બિલ્ડીંગમાંથી શોરૂમનાં ત્રીજા માળેથી સીડીના માર્ગેથી પ્રવેશ કર્યો હતો અને તેની અંદરના સીસીટીવી કેમેરાનું વાયરીંગ અને સીસીટીવીમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ સામાન વેરવિખેર કરી દીધો હતો. ત્રીજા માળેથી ગ્રાઉન્ડ ફલોર સુધી પહોંચી જે ખાનામાં રોકડ રકમ પડી હોય છે તે ખાનુ ચાવીથી ખોલી રૂા.8 થી 10 લાખની રોકડ ભરેલુ પર્સની તસ્કરી લીધી હતી. આ મામલે તેમાં કોઇ જાણભેદુ હોવાની શંકા છે.

આ સમાચારને શેર કરો