Placeholder canvas

રાજકોટ: બાર એસોશિએસનની ચૂંટણી જાહેર, પ્રમુખ સહિત ત્રણ ફોર્મ ભરાયા

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના જાહેર થતા ઉમેદવારી નોંધાવવાના પ્રથમ દિવસે પ્રમુખ સહિત છ હોદા ઉપર ફોર્મ ભરાયા છે. જેમાં બારના પૂર્વ પ્રમુખ પિયુષ શાહે ઉમેદવારી નોંધાવી છે. રાજયમાં એક સાથે વન બાર વન વોટ મુજબ તમામ બારની ચૂંટણી આગામી 21મી ડિસેમ્બરે યોજાશે. જેમાં રાજકોટ બાર એસો. પ્રમુખ સહિત છ હોદા અને મહિલા કારોબારી મળી 16 જગ્યા પર આજથી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે.

બાર એસો.ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે, ત્યાર બાદ ઉમેદવારોની યાદી બહાર પડશે. તા.9 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવામાં આવશે. તા.10 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરી તા.11મી ડિસેમ્બરના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. જયારે 21મી ડિસેમ્બરે સવારે 9 થી 3 કલાક દરમિયાન સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં પ્રથમ માળે મતદાન યોજાશે અને સાંજે મત ગણતરી કરવામાં આવશે.

બાર એસો.ની ચૂંટણીમાં પેનલને બદલે વ્યકિતગતના ધોરણે લડાઇ રહી છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે પિયુષ શાહ, જોઇન્ટ સેક્રેટરી તરીકે કેતનભાઇ દવે, ટ્રેઝરર તરીકે રક્ષીત કલોલાએ ક્રિમીનલ બાર એસો. એમએસીપી બાર એસો, રેવન્યુબાર એસો. લેબર બાર એસો મહિલા અને ઇન્કમટેકસ, સેલ્સટેકસ, બારએસોના હોદેદારો અને સીનીયર, જુનીયરની હાજરીમાં ફોર્મભર્યા હતા. આ ઉપરાંત કારોબારીમાં હિરલનબેન દોશી, સુચક શૈલેષ, જાની કૈલાશ અને આનંદ રાધનપુરાએ ફોર્મ ભર્યા હતાં.

આ સમાચારને શેર કરો