Placeholder canvas

રાજકોટમાં 30 વર્ષીય ત્યક્તા અને 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ

રાજકોટઃ સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ છે. ત્યારે રાજકોટમાં અલગ અલગ બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી ત્યાર બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય કે પછી શારીરિક અડપલા થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફેસબુક પર મિત્રતા કેળવી લગ્ન કરી વિશ્વાસઘાત ની ફરિયાદ : રાજકોટનાં સાધુવાસવાણી રોડ પર રહેતી 30 વર્ષીય ત્યક્તાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જયદિપ ડવ, અજય ભાદરકા, દર્શક ધ્રાંગા અને અનિલ બાધિયા સામે દુષ્કર્મ અને મદદગારીનો ગુનો નોંધાવ્યો છે. ફરીયાદી ત્યક્તાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ આરોપી જયદીપે પોતે અપરણીત હોવાનું કહિ પોતાની સાથે લગ્ન કરવાનું કહિ જાળમાં ફસાવી હતી.

લગ્ન નોંધણીનાં ફોર્મમાં પણ આરોપી જયદિપ પરિણીત હોવા છતાં અપરણીત હોવાનું લખીને લગ્નનાં ખોટા પૂરાવાઓ ઉભા કરીને ફરીયાદી તેની પત્ની હોવાનું કહિને શારિરીક સુખ બાંધ્યું હતું. જોકે ભોગ બનનારને આરોપી પરિણીત હોવા છતાં ખોટી રીતે લગ્ન કર્યા હોવાનું અને બળજબરી થી દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા આરોપી અને તેનાં મિત્રોએ ધમકીઓ આપી હતી. જેથી પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો. હાલ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બીજા કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અડપલાં કર્યાની ફરિયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા પર સત્યજીતસિંહ ઝાલા નામનાં શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાની માતાએ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી સત્યજીતસિંહ ઝાલા અને સગીરા વચ્ચે ટ્યુશન ક્લાસમાં ઓળખાણ થયા બાદ ઇન્ટાગ્રામ થી સપર્ક વધ્યો હતો્. ત્યારબાદ સગીરાને કારમાં લઇ જઇને જામનગર રોડ પર આવેલ માધાપર ચોકડી થી મોરબી રોડ ઓવર બ્રિજ નીચે કારમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો