રાજકોટ: કોર્પોરેશન ભલે દરરોજ એક સરખા આંકડા જાહેર કરતું હોય, વાસ્તવિકતા અત્યંત ‘ભયાનક’ છે

રાજકોટમાં કોરોના કેસની દૈનિક સંખ્યા 95-100 આસપાસ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા તેનાથી તદન જુદી છે અને એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાતા હોવાનો ચોંકાવનારો ધડાકો થયો છે. સાચા આંકડા છુપાવીને અને કોરોના કાબુમાં હોવાનું જાહેર કરીને કોર્પોરેશન ‘મહાપાપ’ કરી રહ્યું છે. આવા ખોટા ચિત્ર ને કારણે લોકો વધુ બેફીકર બની રહ્યા છે પરિણામે સંક્રમણ વધતુ રહ્યું છે.

ટોપ લેવલના સૂત્રોએ જણાવ્યું છે કે સાતમ-આઠમના તહેવારોથી રાજકોટમાં કોરોનાનો ગ્રાફ જેટસ્પીડે ઉંચે જવા લાગ્યો હતો. 250-300 કેસ થવા લાગ્યા હતા. ભલે જાહેર કરવામાં આવતા ન હતા છતાં હાલત અત્યંત ગંભીર બનવા લાગ્યાનો તાકીદનો ‘મેસેજ’ સરકારને કરાયો હતો અને તે પછી જ સરકારે આરોગ્ય સચિવ જયંતિ રવિ તથા ટોચના તબીબોનો રાજકોટમાં મુકામ કરાવ્યો હતો.

સિસ્ટમ બદલવા તથા સારવાર અસરકારક બનાવવા માટે ભરચકક પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં હાલત કાબુમાં આવતી નથી. પરિસ્થિતિ સુધરવાને બદલે વકરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 500 આસપાસ કેસ થાય છે. એકાદ વખત એક દિવસનો આંકડો 1000 આસપાસ પણ થઈ ગયો હતો. કોરોના સામે સરકારી સંકલન- સારવાર ટુંકા પડી રહ્યા છે અને કોરોના ‘ભારે’ પડી રહ્યાનું ચિત્ર છે. કલેકટર, કમિશ્નર, જીલ્લા વિકાસ અધિકારી એમ ત્રણ-ત્રણ આઈએએસ અધિકારીઓ ઉપરાંત ડો. જયંતિ રવિ, રાહુલ ગુપ્તા, મેહુલ દવે જેવા અન્ય અધિકારીઓને પણ મુકામ કરાવવામાં આવ્યો છે. પરંતુ કોરોનાનું સંક્રમણ રોકવા કે કડી તોડવામાં સફળ થયા નથી.

કોરોનાના આક્રમણને અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા છતાં કોર્પોરેશન સહિતના તંત્રો ‘સાવ સલામત’ની ખોટી ડંફાસો મારતા હોવાથી લોકોમાં જબરો આક્રોશ છે. વાસ્તવિક ચિત્ર રજુ કરીને લોકોને વધુ સાવધ બનાવવાની જરૂર છે ત્યારે કોર્પોરેશન ચિંતા ન કરવાનું કહીને લોકોને બેપરવાહ બનાવવાનું પાપ કરી રહ્યું છે. નિષ્ણાંતો પણ એવો સૂર વ્યક્ત કરે છે કે શહેરમાં નવા કેસનો ગ્રાફ ઘણો ઉંચો હોવાનું સ્પષ્ટ જાહેર કરી દેવામાં આવે તો હજારો લોકો સ્વૈચ્છીક રીતે અજાણ બની શકે અને સંક્રમણ અટકી શકે. તબીબી વર્તુળો જ એમ જણાવી રહ્યા છે કે કોર્પોરેશન જેટલા પોઝીટીવ કેસ જાહેર કરે છે તેના કરતા વધુ તો ખાનગી લેબમાં થાય છે એટલું જ નહીં બે ડઝન જેટલા આરોગ્ય કેન્દ્રોમાં પણ રોજેરોજ પોઝીટીવ કેસોનો ઢગલો થઈ રહ્યો છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •