Placeholder canvas

રાજકોટ: ભાજપે જગ્યા રોકી લીધી: હવે પોલીસ તમાશો જોશે !

રાજયની મહાપાલિકાની ચૂંટણીમાં આવતીકાલે રાજકોટમાં ભાજપના ઉમેદવારો સામુહિક રીતે ઉમેદવારી નોંધાવવાના છે. રાજકોટમાં કુલ છ સ્થળોએ ઉમેદવારી થશે પણ તે પુર્વે સવારે 11 વાગ્યે બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલની પ્રતિમા પાસે ભાજપના તમામ ઉમેદવારો અને પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓ એકત્ર થશે અને મીની સભા જેવું આયોજન છે.

આ માટે આજથી જ બહુમાળી ભવનમાં શહેર ભાજપે ટ્રાફીકથી ધમધમતો આખો ચોક રોકી લીધો છે. કોઈ ટ્રાફીકની ચિંતા વગર જ માર્ગ પર આડચો ગોઠવી મંડપ સ્થળે કોઈ પ્રવેશી ન શકે તે નિશ્ર્ચિત કરી લીધું છે અને 36 કલાક સુધી આ સ્થિતિ રહેશે.

ધમધમતા રેસકોર્ષ ટ્રાફીકમાં અંધાધુંધી સર્જાશે. અગાઉ કોવિડ ગાઈડલાઈનનું પાલન પણ ભાજપના કોઈ કાર્યક્રમમાં થયું ન હતું અને પોલીસે મુક બનીને તમાશો નિહાળ્યો હતો. આ સમયે પણ સામાન્ય વ્યક્તિને ટ્રાફીક લાઈન ક્રોસ કરે તો ઈ-મેમો મળે છે. અહી આખો અનેક માર્ગના જંકશન જેવો બહુમાળી ચોક રોકી લીધો છે તે પણ 36-40 કલાક માટે છતાં પોલીસ તમાશો જોશે તે નિશ્ર્ચિત છે. આમ આદમી માટે તો પરેશાની જ રહેશે.

આ સમાચારને શેર કરો