રાજકોટ: ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના પોઝિટિવ

રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવિંદ રૈયાણીની તબિયત ખરાબ હોવાથી તે છેલ્લા 5-6 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તાવ ,શરદીની બીમારી હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જો કે આ વાતથી ભારે ખળભળાટ મચી ગયો છે. કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના દરેક કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી હાજર હતા. આ દરમિયાન તેઓ સામાજિક સંસ્થાના આગેવાનો, ભાજપના કાર્યકરો સહિતના લોકોના સંપર્કમાં પણ આવ્યાં હતાં.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •