Placeholder canvas

રાજકોટ : માધાપર ચોકડીએ નાયબ મુખ્યમંત્રીએ અંડરપાસ અને ઓવરબ્રીજનું ડિજીટલ ખાતમુર્હુત કર્યુ.

રાજકોટમાં આજે પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અવસરે વિવિધ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક સમસ્યાથી પીડાતા માધાપર ચોકડીએ ફલાય ઓવર અને અંડર પાસ બ્રીજનું ડિજીટલ તકતીથી ખાતમુર્હુત ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યુ હતું. નીતિનભાઇ પટેેલે આ અવસરે કહ્યું હતું કે 66 કરોડના ખર્ચે આ અંડરપાસ અને ઓવબ્રીજ તૈયાર થયે રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યામાં મોટી રાહત મળશે અને શહેરીજનોને વધુ સુવિધા મળશે.

રાજકોટના માધાપર ચોકડીએ ગુજરાત રાજય સરકારની અત્યંત મહત્વકાંક્ષી કહી શકાય તેવી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જહેમત બાદ અંડરપાસ અને ઓવરબ્રીજ મંજૂર કરવામાં આવ્યો છે. આ બંને બ્રીજ માટે રાજય સરકારે 66 કરોડ રૂપિયા ફાળવી દીધા છે. જેનું ટેન્ડરીંગ માર્ગ અને મકાન વિભાગે ફાઇનલ કરી દીધા બાદ આ બ્રીજનું આજે ડિજીટલ તકતીથી ખાતમુર્હુત ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યુ હતું. નીતિનભાઇ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુથ લેજીસ્લરી કાર્યક્રમમાં આ ખાતમુર્હુત કર્યુ હતું.

દરમ્યાન રાજકોટની માધાપર ચોકડીએ આ ફલાવર ઓવરનું કામ ટૂંક સમયમાં માર્ગ અને મકાન વિભાગમાં શરૂ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના સુપ્રિટેન્ડીંગ એન્જીનિયર ગોહિલના જણાવ્યા મુજબ 12 કંપનીઓએ આ બ્રીજના કામ માટે ટેન્ડર ભર્યા હતા. રાત દિવસ જહેમત ઉઠાવી ટેકનીકલ બીડ ફાઇનલ કરી લેવામાં આવી છે અને હવે ફાયનાન્સીયલ બીડ ફાઇનલ કરી લીધા બાદ આ કામનો વર્ક ઓડર આપી દેવામાં આવ્યો છે. અઢી વર્ષના સમયગાળામાં આ બ્રીજનું કામ પુરૂ કરવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી છે.

આ સમાચારને શેર કરો