Placeholder canvas

મહારાષ્ટ્ર અને બિહાર બાદ રાજસ્થાનમાં પણ તમાકુ અને પાન-મસાલા પર લાગ્યો પ્રતિબંધ

આજે રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધીની જયંતિના અવસર પર રાજ્યમાં મૈગ્નીશિયમ કાર્બોનેટ, નિકોટીન, તમાકુ, મિનરલ ઓઇલ યુક્ત પાન મસાલા અને ફ્લેવર્ડ સોપારીના ઉપ્તાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર અને બિહાર બાદ રાજસ્થાન દેશનું ત્રીજુ રાજ્ય બની ગયું છે જ્યાં આ ઉત્પાદનો પર પૂર્ણ પ્રતિબંધ છે. રાજસ્થાનના સ્વાસ્થ્યમંત્રી ડો રઘુ શર્માએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતુ કે યુવાઓની નશાની લત રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવ્યા છે. આ પદાર્થોની પુષ્ટી સ્ટેટ સેન્ટ્રલ પબ્લિક હેલ્થ લેબોરેટરી રાજસ્થાન દ્ધારા કરવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આ પ્રકારના તમામ ઉત્પાદનો પર પૂર્ણ પ્રતિબંધ રહેશે.

ડો રઘુ શર્માએ કહ્યુ કે, આ પ્રકારની સામગ્રીના વેચાણને નિયંત્રિત કરવા, ચોરીના મામલાના વેચાણ પર પુરી રીતે નિયંત્રણ કરવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ અગાઉ સરકારે ઇ-સિગારેટ અને હુક્કા બારોમાં પણ પ્રતિબંધ લગાવ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો