Placeholder canvas

વાંકાનેર: સિંધાવદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ

કેટલીક જગ્યાએ પતરા ઉડાડિયા તો કેટલીક જગ્યાએ વૃક્ષો થયા ધરાશય…

નવી કલાવડીમાં પોલ્ટ્રી ફાર્મ ના પતરા ઉડાડીયા

આશરે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો….

વાંકાનેર: આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના સીંધાવદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો.

સિંધાવદર ના આસપાસના ગામ ખીજડીયા કણકોટ ખેરવા જુની કલાવડી નવિ કલાવડી પ્રતાપગઢ આ તમામ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો અને ભારે પવનના કારણે ઘણી બધી જગ્યાએ મકાનના નળીયાદ / પતરા ઉડાડી દીધા હતા અને મોટા તોતીંગ વૃક્ષને પણ ધરાશાયી કરી દીધા છે.

મળતી માહિતી મુજબ નવી કલાવડી ગામમાં પતરા ઉડયા હતા તો ગામની બાજુમાં આવેલ કડીવાર અબ્દુલ મીરાજીના 5000 ની કેપિસિટી વાળા પોલ્ટ્રી ફાર્મ ના પતરા ઉડાડી દીધા છે. આમાં 5000 મરઘા ભારેલ હતા જેમાંથી કેટલાક મરઘાનું મરણ થયું છે અને ટોટલ ફાર્મ લોસ થયાની માહિતી મળી છે. જ્યારે ખેરવા ગામ ખાતે રાજકોટ રોડ ઉપર બસ સ્ટેશન પાસે એક ઝાડ પડી જતાં રાજકોટ રોડ બંધ થઈ ગયો હતો.

સિંધાવદર ગામના પૂર્વ સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરાઍ માહિતી આપતાં જણાવ્યું છે કે સીધાવદરમાં પણ ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો, અને ખીજડીયા ગામના સરપંચ હુસેનભાઇઍ પણ ભારે પવન સાથે વરસાદ પડયા ની માહિતી આપી છે.

જુઓ વરસાદનો વિડિયો..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો