Placeholder canvas

શુક્રવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ પરંતુ સૌરાષ્ટ્ર્રને રાહતની શકયતા

રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશન અને અરબી સમુદ્રના કરંટની અસરના ભાગ રૂપે તારીખ ૨૮ ને શુક્રવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી શકયતા છે. પરંતુ સૌરાષ્ટ્ર્ર–કચ્છને રાહત મળે તેમ જણાય છે. હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ શુક્ર અને શનિવારે બનાસકાંઠા, વલસાડ અને નવસારી જિલ્લામાં અમુક સ્થળોએ ભારે અને અમુક સ્થળોએ મધ્યમ વરસાદ પડે તેવી શકયતા છે.

દરમિયાનમાં આજે સવારે ૦૮:૦૦ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ગુજરાતના અન્ય વિસ્તારોની સરખામણીમાં વધુ રહ્યું છે.

ગઈકાલથી વરસાદનું જોર ઘટયું છે.પરંતુ આજે પણ અમરેલી, ભાવનગર,દ્રારકા, ગીર સોમનાથ,જુનાગઢ, જામનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શકયતા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો