Placeholder canvas

વાંકાનેર શહેર અને તાલુકાના અમુક ગામડામાં અડધોથી પોણો ઈંચ વરસાદ

વાંકાનેર શહેર તેમજ તાલુકાના અમુક ગામડાઓમાં આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો મળેલી માહિતી મુજબ અમુક ગામડાઓમાં અડધાથી પોણો ઈંચ વરસાદ પડ્યો છે.

વાંકાનેર શહેર ઉપરાંત રાતીદેવડી, અમરસર, પાંચદ્વારકા, તીથવા વિગેરે ગામોમાં આજે સાંજે 9 વાગ્યેની આસપાસ વરસાદ શરૂ થયો હતો અને અડધાથી પોણો ઈંચ વરસાદ પડયાની માહિતી મળેલ છે.આ ઉપરાંત પંચાસીયા વાકિયા વિગેરે ગામોમાં વરસાદ નહોતો પણ છાંટા પડયા હતા.

આજે અષાઢી બીજે મેહુલિયા રાજા એ મુરહત સાચવી લીધું અને વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ શાંતિથી વરસાદ વરસ્યો અને ખેડૂતોને ખુશ કરી દીધા. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું શરૂ થયાને એકાદ મહિનો થવા આવ્યો છતાં હજુ વાંકાનેર શહેર કે તાલુકામાં નદી-નાળામાં નવા પાણી આવ્યા નથી, હવે નદી-નાળામાં પુર આવે તેવા વરસાદની જરૂરત છે.

આ સમાચારને શેર કરો