Placeholder canvas

હળવદ ૪, મોરબી ૩ અને વાંકાનેર-ટંકારામાં બે-બે ઇંચ વરસાદ

છેલ્લા બે. દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી છે અને સારો એવો વરસાદ બે દિવસ દરમિયાન પડ્યો છે.

મોરબી જિલ્લામાં આવતા પાંચ તાલુકામાં ગઈકાલે બપોર પછીથી મેઘ સવારી આવી પહોંચી હતી અને મોરબી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ ગઇકાલે પડયો હતો. કંટ્રોલ રૂમમાંથી મળેલ માહિતી મુજબ ઓછોમાં ઓછો સવા ઇંચ વરસાદ માળીયા તાલુકામાં પડ્યો છે તો સૌથી વધુ હળવદ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સિવાયના મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં પણ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોકે ગ્રામજનોના કહેવા પ્રમાણે કેટલાક ગ્રામ્ય વિસ્તારની અંદર ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડયો હોવાનું હાલમાં ગ્રામજનો કરી રહયા છે.

ગઇકાલે બપોર પછી વાંકાનેર શહેર અને તાલુકામાં પડેલા વરસાદમાં સિંધાવદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ આશરે 3 ઇંચ જેટલો ખાબક્યો અને ખૂબ નુકસાન થયું છે. કેટલાક મજબૂત વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે પતરા ઉડ્યા છે નળીયા ઉડયા છે તો આ બધા કુકડા કેન્દ્ર માં પણ નુકસાન થાય છે.

જ્યારે વાંકાનેર શહેરમાં સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ વરસાદ પડયો હતો અને ફરી પાછો પવન સાથે રાત્રે વરસાદ પડયો હતો આ ઉપરાંત પંચાશિયા રાણેકપર વિસ્તારમાં પણ વધુ વરસાદ પડ્યાની માહિતી મળી છે. ઘણી જગ્યાએ ઇલેક્ટ્રીકના થાંભલા ભાંગી નાખ્યા છે અથવા તો નમાવી દીધા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો