Placeholder canvas

વાંકાનેર: મહીકા પંથકમાં 1 કલાકમાં 2ઇંચ જેટલો વરસાદ, કરા પડ્યા

વાંકાનેર: તાલુકાના મહીકા વિસ્તારમાં આજે સાંજના સાડા ચાર વાગ્યે આસપાસ ધીમો ધીમો વરસાદ ચાલુ થયો હતો, જે પાંચ વાગ્યાથી જોરદાર શરૂ થયો અને એ દરમિયાન મોટા મોટા કરા પણ પડયા હતા.

મહીકા વિસ્તારમાં મહીકા, કોઠી, જાલસીકા, હોલમઢ વિગેરે ગામોમાં દોઢથી બે ઈંચ વરસાદ પડયો છે. આ દરેક જગ્યાએ મોટા મોટા કરા પણ પડયા હતા જ્યારે હોલમઢમાં તો માત્ર મોટા મોટા કરવાનો જ વરસાદ પડયાની માહિતી મળી છે.

આ વરસાદથી ખેતીમાં મોટું નુકસાન થયું છે, આ વિસ્તારમાં જીરુ, ડુંગળી, લસણ, તલી, જારના પાકમાં નુકસાન થવાની શક્યતાઓ છે. આમ ખેડૂતોને આ મહામારી સાથે કમોસમી વરસાદના કારણે મોટી ખોટ આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો