Placeholder canvas

આગાહી: સમગ્ર ગુજરાતમાં આગામી 29-30 જૂન સુધીમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણમાં 29 અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારમાં પણ કેટલાક સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આસામ અને મેઘાલયમાં પણ કેટલાક સ્થળે વરસાદ થઈ શકે છે.

હવામાન અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગઈકાલથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 7 શહેરોમાં મેઘમહેર થઈ રહી છે.

આ સમાચારને શેર કરો