Placeholder canvas

વાંકાનેર તાલુકાનાં કેટલાક ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ ચાલુ….

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે, હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના કાંઠે પહોચતા વાવાઝોડુ હળવું થઈ જશે. ગુજરાતના કિનારેથી પસાર થઇ જાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ તેની થોડી-ઘણી અસર ગુજરાતના કેટલાક વિસ્તારમાં દેખાશે.

વાંકાનેર તાલુકાના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર દેખાવા લાગે છે. મળેલી માહિતી મુજબ રાતડીયા, કોઠી, માહીકા,ગારિડા, રસીક્ગઢ, દલડી અને ચંદ્રપુર ગામે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અને વીજળીના ભારે કડાકા ભડાકા થઈ રહ્યા છે.

🙏 વિનંતી🙏 વાવાઝોડાના લોકેશન મુજબ જે પહેલા ખતરો રહેલો હતો એટલો ખતરો હવે ગુજરાત ઉપર રહ્યો નથી, તેવી માહિતી બહાર આવી છે. આમ છતાં આ વાવાઝોડાના કારણે પવન અને વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે તમારા ગામમાં કે વિસ્તારમાં જો વધુ પવન સાથે વરસાદ આવે તો કપ્તાન વોટ્સઅપ નંબર 98799 30003 ઉપર જાણ કરશો અને જો શક્ય હોય તો આડો મોબાઈલ રાખીને વિડીયો અથવા ફોટો મોકલવા વિનંતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો