Placeholder canvas

રાધે નમકીનના માલિકે વન ડે મેચ પછી આપઘાત કરી લેતા ચકચાર

રાજકોટ : સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર રાજકોટમાં નમકીન કંપનીના માલિકે ફેક્ટરીમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. શહેરથી દૂર પડધરીમાં ફેક્ટરી ધરાવતા અને રાધે નમકીનના નામે વેપાર કરતા દર્શન ચમનભાઈ રાણીપાએ ઝેરી દવા પી અને જીવન ટૂંકાવી લીધું હતું. ગઈકાલે વનડે મેચ પત્યા બાદ રાણીપાએ આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે ‘રાજકોટના યુનિવર્સિટી રોડ નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) (ઉ.27) નામના યુવાને પડધરીની રિલાયન્સ પંપની પાછળ આવેલ રાધે નમકીન નામના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને તેના શ્રમિકોને ઝેરી દવા પી લીધાની જાણ કરતા તેને હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન દર્શનભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. દર્શનભાઈ રાધે નમકીન નામના કારખાનામાં પાર્ટનર હતાં. દર્શનભાઈનાં એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. દર્શનભાઈનો પરિવાર સુખી સંપન્ન છે. તેઓના મોતથી પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.’

આ સમાચારને શેર કરો