Placeholder canvas

વાંકાનેર: શકતીપરામાં રાધા અને રતન ઘોડીની કમાલ લગ્નમાં વરરાજાને રાધા ઘોડી પહેરવે છે હાર..!!

By Arif Divan -wankaner

કુદરતની કરામત કહો કે પાલનહારની મહેનત એવું જ કાંઈક વાંકાનેરના શકતીપરામાં વર્ષોથી પશુ- પ્રેમી એવા રમેશભાઈ ભરવાડ જેઓએ પોતાના વ્યવસાયની સાથોસાથ શોખ ખાતીર રાધા અને રતન નામની ઘોડી ને પોતાના પરિવારની જેમ પરવરિશ કરી રહ્યા છે.

વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં રાધા નામની ઘોળી વરરાજાને ફુલહાર પહેરાવી લગ્ન પ્રસંગમાં ખાટલા પર ડાન્સ કરી આકર્ષણનું કેન્દ્ર બને છે. તેવી આ કુદરતની કરામત કેવી કે પછી રમેશભાઈ ભરવાડની પરવરિશ અને ટ્રેનિંગ રંગ લાવી હોય તેમ લગ્ન પ્રસંગે અજીબો ગરીબ કરતબો કરીને આ રત્ન અને રાધા નામની ઘોડી આકર્ષણનું કેન્દ્ર બને છે.

અગામી તારીખ 12/ 3/ 2020 ના રોજ કચ્છના ભચાઉ ખાતે એક લગ્નપ્રસંગમાં તેનો અજીબો-ગરીબ કરીશમો કચ્છ વાસીઓ ભચાઉ ખાતે નજારો જોશે… આ અંગે રમેશભાઈ ભરવાડ જણાવેલ વિગત એવી છે કે રાધા નામની ઘોડીને સાત વર્ષ સુધી ટ્રેન કરી બાદ આ બધું ટેલેન્ટ લગ્ન પ્રસંગમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો