વાંકાનેર: ટ્રેનમાં આવી જતા રબારી યુવકનું મોત

વાંકાનેર આજે સવારે 10 વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પાસે ટ્રેનની હડફેટે આવી જતા રબારી યુવકનું ઘટના સ્થળે મોત થયુ છે.

મળતી માહિતી મુજબ આજે સવારે દસ વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે પાસે ભાટીયા સોસાયટી, શિવ મંડપ સર્વિસના ગોડાઉનની સામે પેડકમાં રહેતા રબારી યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત થયું છે.

વધુ મળતી માહિતી મુજબ આજે સવારે પેડકમાં માં રહેતો રાહુલ રાજાભાઇ રબારી ઉંમર વર્ષ આશરે ૩૦ વાંકાનેર હાઇવે પાસે શિવ મંડપ સર્વિસની ગોડાઉનની સામે રેલવે ટ્રેક પર આવીને ત્યાંથી પસાર થઈ રહેલી ઓખા વિરમગામ ટ્રેનમાં ઝંપલાવી દીધું હતું. તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ માહિતી મળતા જ આજુબાજુ લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને તેમના પરિવારના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ભારે આક્રદ કરી રહ્યા હતા. રેલ્વેમાં જાણ થતા જ વાંકાનેર RPF ઇન્દુભા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડેડ બોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  • 189
  •  
  •  
  •  
  •  
  •  
    189
    Shares